સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ગુજરાતમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વખતે કેરળમાં ચોમાસું મોડું શરૂ થશે.
રાજસ્થાનમાં સાઈક્લોનિક એર સર્ક્યુલેશ સર્જાતા ગુજરાતમાં ફરી તોફાની પવન સાથે વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણ અને દાદરા-નગર હવેલીમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે.