અમેરિકાનાં રક્ષામંત્રી ભારતનાં પ્રવાસે છે ત્યારે ભારતનાં રક્ષામંત્રી રાજનાથસિંહે તેમને કહ્યું કે’ હથિયારોનાં મામલામાં પાકિસ્તાન પર ભરોસો ન કરવો જોઈએ’
હાલમાં અમેરિકાનાં રક્ષામંત્રી લૉયડ ઓસ્ટિન ભારતનાં પ્રવાસે છે તેવામાં ભારતે અમેરિકાને ઈશારો કર્યો છે કે અમેરિકાએ હથિયારોનાં મામલામાં પાકિસ્તાન પર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. ભારતનાં રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકાનાં રક્ષામંત્રી ઑસ્ટિનને કહ્યું કે હથિયારોનાં મામલામાં પાકિસ્તાન પર વિશ્વાસ ન કરી શકાય કારણકે તે હથિયાર અને નવા ઉપકરણોનો દુરુપયોગ કરી શકે છે જેના લીધે ક્ષેત્રીય અસ્થિરતા આવી શકે છે.
અમેરિકી રક્ષામંત્રી લોયડ ઑસ્ટિન અને ભારતનાં રક્ષામંત્રી રાજનાથસિંહની વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં પાકિસ્તાન ઉપર પણ ચર્ચા કરવામાં આવી. આ બેઠકથી પહેલા રાજનાથસિંહની હાજરીમાં અમેરિકી રક્ષામંત્રીને ટ્રાઈ સર્વિસ ગાર્ડ ઓપ ઑનર આપવામાં આવ્યું. સૂત્રો અનુસાર તેમની આ યાત્રા દરમિયાન ઈન્ડો પેસિફિક સહિત ક્ષેત્રિય સુરક્ષાનાં મુદા પર વાતચીત થઈ. ભારતનાં પડોશી દેશોનાં વિષય પર પણ ચર્ચા થઈ. એક અધિકારીએ કહ્યું કે ભારતે અમેરિકાને કહ્યું કે આધુનિક હથિયાર અને ઉપકરણોનાં મામલામાં તેમણે પાકિસ્તાન પર ભરોસો ન મૂકવો જોઈએ.
બંને દેશોનાં રક્ષામંત્રીઓની વચ્ચે LAC પર ચીનની સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી. અમેરિકી રક્ષામંત્રીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે અમે બંને દેશો સાથે વાતચીત કરી છે. બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ ન વધે તે વાત પર અમારું ધ્યાન રહેશે.