AMCના ટ્રાફિક બાયલોઝ અમલમાં આવશે

અમદાવાદમાં AMCનો ટ્રાફિક બાયલોઝ અમલમાં આવશે, જે નવો કાયદો અમલમાં લાવવા ટ્રાફિક એન્ડ પાર્કિંગ ઈમ્પ્લિમેન્ટેશન સેલની રચના થશે.

અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈ AMCને થોડી વધુ સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે, તમે આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અડચણ રૂપે કે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય તે રીતે ૪ દિવસથી વધુ એક જગ્યા વાહન પાર્ક કરેલુ રાખશો તો AMC ટોઈંગ કરી શકશે.

અમદાવાદમાં AMC નો ટ્રાફિક બાયલોઝ અમલમાં આવશે, જે નવો કાયદો અમલમાં લાવવા ટ્રાફિક એન્ડ પાર્કિંગ ઈમ્પ્લિમેન્ટેશન સેલની રચના થશે તેમજ પાર્કિંગ ડેવલોપમેન્ટ પ્લાન અને પાર્કિંગ પોલિસી બનશે. નવા કાયદા મુજબ રોડ પર પાર્ક કરેલા વાહનો AMC પણ ટોઇંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૪ દિવસથી વધુ વાહન પડ્યું હશે તો AMC પણ ટોઇંગ કરશે.

અમદાવાદમાં અત્યાર સુધી વાહનો ટોઇંગ કરવાની સત્તા માત્ર પોલીસ પાસે હતી, જે હવે AMC પણ વાહનો ટોઇંગ કરી શકશે. જે સત્તાના કારણે એએમસી જ્યાં ત્યાં પડેલા વાહનો ટાઈંગ કરી શકશે.  જેનાથી શહેરમાં વધતા ટ્રાફિક ભારણની સમસ્યાને નિવારી શકાશે. ડેઝીગ્નેટે પાર્કિંગ સિવાય ફૂટપાથ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ પર પબ્લિક અવર જ્વરને અગવડ-અવરોધ કરતા વાહન માલિકો સામે દંડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *