સ્વાસ્થય જ ધન છે.
વિશ્વભરમાં દર ૧૦ માંથી એક વ્યક્તિ ખાદ્યજન્ય બીમારીઓથી પીડાય છે. આ માટે લોકોને ખાદ્ય સુરક્ષા દ્વારા જાગૃત કરીને દર વર્ષે ૭ જૂનના રોજ વર્લ્ડ ફૂડ એન્ડ શેફ્ટી એટલે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોને ખાદ્ય સુરક્ષા અંગે જાગૃત કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દર વર્ષે આ ખાસ દિવસના અવસર પર થીમ નક્કી કરે છે. આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ ‘ફૂડ સ્ટાન્ડર્ડ સેવ્સ લાઈવ્સ’ છે. આ અવસર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા રાજ્યના ખાદ્ય સુરક્ષા સૂચકાંક બહાર પાડશે. આ સૂચકાંક એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક મૂલ્યાંકન છે.