ડીસાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અટકળો તેજ, કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી જોડાઈ શકે છે ભાજપમાં.
લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાઈ શકે છે. ગોવાભાઈ રબારીની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા ચાલી રહી છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અત્યાર સુધીમાં ૭ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી.
- કોંગ્રેસના પીઢ નેતામાં ગોવાભાઈ રબારીની થાય છે ગણતરી
- ગોવાભાઈ દેસાઈ ૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા
- સાત વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે
- ગત વિધાનસભા ચૂંટણીમાં તેમના પુત્રની થઇ હતી હાર
- ભાજપના ઉમેદવાર સામે પુત્ર સંજય રબારીની થઈ હતી હાર