અમેરિકા: વિઝાને લઈને આવ્યા મોટા સમાચાર

ભારત સ્થિત અમેરિકી મિશને આજે દેશભરમાં પોતાનો ૭મો વાર્ષિક વીઝા દિવસ ઊજવ્યો જેમાં અધિકારીઓએ આશરે ૩,૫૦૦ ભારતીય સ્ટૂડેન્સ વીઝા અરજદારોની મુલાકાત લીધી.

ભારત સ્થિત અમેરિકી મિશને આજે દેશભરમાં પોતાનો ૭ મો વાર્ષિક વીઝા દિવસ ઊજવ્યો. આ દરમિયાન દિલ્હી, ચેન્નઈ, હૈદ્રાબાદ, કોલકત્તા અને મુંબઈમાં હાજર અધિકારીઓએ આશરે ૩,૫૦૦ ભારતીય સ્ટૂડેન્ટ વીઝા અરજદારોની મુલાકાત લીધી. એમ્બેસેડર એરિક ગાર્સેટીએ દેશભરનાં આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે આ એક ગૌરવશાળી ક્ષણ છે. આ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી છે કે જેમણે અમેરિકામાં ભણવાનું સપનું જોયું કારણકે તે દુનિયાનું સૌથી બેસ્ટ અને પોપ્યુલર એજ્યુકેશન હબ છે.

US એમ્બેસેડર એરિક ગાર્સેટીએ કહ્યું કે ‘હું પહેલીવખત એક યુવા છાત્રનાં રૂપમાં ભારત આવ્યો હતો. મેં મારા જીવનમાં જોયું છે કે તૈયારી દરમિયાન મળનારી મદદ અને અનુભવ કેટલા પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. છાત્રોનું આ આદાન-પ્રદાન અમેરિકા અને ભારતનાં સંબંધોનાં કેન્દ્રમાં છે. અમેરિકી શિક્ષા વિદ્યાર્થીઓને એક વિશ્વ સ્તરીય શિક્ષા અને જ્ઞાનનાં વૈશ્વિક નેટવર્ક સુધી પહોંચવાનો મોકો આપે છે. તેથી અમે આજે અહીં વધુમાં વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યાં છીએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *