RBIએ વ્યાજ દરમાં કર્યો નથી કોઈ ફેરફાર

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દર ૬.૫૦ % રહેશે. એપ્રિલમાં પણ કોઈ ફેરફાર થયો ન હતો.

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દર ૬.૫૦ % રહેશે. એપ્રિલમાં પણ કોઈ ફેરફાર થયો ન હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સમિતિના તમામ સભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ૬ જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામો આવ્યા છે.સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશે જણાવ્યું હતું. નિષ્ણાતો આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે,એપ્રિલ મહિનામાં મળેલી MPC ની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં. નિષ્ણાતો આવો અંદાજ એટલા માટે લગાવી રહ્યા હતા. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવાનો દર થોડો ઓછો થયો છે. આ વાતનો ઉલ્લેખ કરતા ગવર્નરે કહ્યું કે, મોંઘવારી કાબૂમાં આવી છે, પરંતુ તે હજુ પણ લક્ષ્યાંકથી ઉપર ચાલી રહી છે. હાલમાં રેપો રેટ ૬.૫૦ % છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *