કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો.
વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટીએ હાઈકમાન્ડને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
ગુજરાતમાં કોંગ્રેસની સતત હારની વચ્ચે એક મોતઆ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં કોંગ્રેસની શરમજનક હર અને ગણતરીની બેઠકો પર જીત બાદ કોંગ્રેસમાં આંતરિક કલેહ ઊભો થયો હતો. આ દરમિયાન હવે કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી ના એક રિપોર્ટને લઈ હવે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
ગત વર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ગુજરાતમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ૩૫ બેઠકો વેચી ખાધી હોવાનો કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી ના રિપોર્ટમાં ઉલ્લેખ થતાં હડકંપ મચી ગયો છે. વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં ૩૫ બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ૩૫ ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો છે.
વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ માં ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે. ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ સામે આવતા હડકંપ મચ્યો છે. આ સાથે ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટી એ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખ બદલવાની ભલામણ કરી છે. જેને લઈ હવે રિપોર્ટ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થશે. ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે. જેને લઈ ગમોડી સાંજે કોંગ્રેસના સિનિયર નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે સાથે બેઠક કરશે.