આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ૫૦ નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં ૩૦ સરકારી અને ૨૦ ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે.
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ૫૦ નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં ૩૦ સરકારી અને ૨૦ ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. આ સાથે હાલની કોલેજોમાં લગભગ ૨,૦૦૦ બેઠકો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં MBBS બેઠકોની સંખ્યા ૧ લાખને પાર કરી ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી માન્ય મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ મુજબ તેલંગાણામાં ૧૩ નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં ૫ – ૫ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ૩ – ૩ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે ૨ – ૨ કોલેજો અને યુપી, મધ્યપ્રદેશ અને નાગાલેન્ડ માટે ૧ – ૧ કોલેજને મંજૂરી આપવામાં આવી છે.
ભારતમાં મેડિકલ સીટો ૧,૭,૬૫૮ હશે. ૮,૧૯૫ બેઠકોનો વધારો થશે. હાલમાં ભારતમાં કુલ ૭૦૨ મેડિકલ કોલેજો છે. જણાવી દઈએ કે NMCએ આ વર્ષે ૪૦ કોલેજોની માન્યતા રદ કરી છે. નેશનલ મેડિકલ કમિશનનું યુજી બોર્ડ પાંચ વર્ષથી મેડિકલ કોલેજને માન્યતા આપી રહ્યું છે.