સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર માંદી

સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર માંદી જોવા મળી હતી.BSE સેંસેક્સ અંદાજે ૧૦૦ અંકોના ઘટાડા સાથે ૬૨,૭૫૦ની સપાટી પર અટક્યો હતો.

તેજી બાદ બે દિવસમાં શેરબજારમાં કડાકો નોંધાઈ રહ્યો છે, સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજાર માંદી જોવા મળી હતી. બે દિવસની તેજી પર બ્રેક બાદ શેર બજારમાં ફરી રોનક જોવા મળી હતી જોકે રોકાણકારોની આ ખુશી વધુ સમય સુધી ટકી ન હતી. સવારે તેજી આવ્યા બાદ IT, FMCG અને PSU બેંકિંગ શેરમાં ખુબ જ મોટું ગાબડું પડ્યું હતું. આ ઘટાડાની અસર સમગ્ર સ્ટોક માર્કેટમાં વર્તાઇ અને ટોચના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતે BSE સેંસેક્સ અંદાજે ૧૦૦ અંકોના ઘટાડા સાથે ૬૨,૭૫૦ ની નીચે જતો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી પણ ૧૫ અંકોના ઘટાડા સાથે ૧૮,૬૦૦ પર રહ્યો હતો.

શેરબજારમાં આવેલા ઘટાડામાં સૌથી વધુ અસર IT, FMCG અને સરકારી બેંકોના શેરમાં જોવા મળી હતી. આ સેક્ટરના શેરમાં ઘટાડો થતાં જ માર્ટેક નરમ પડ્યું હતું. નિફ્ટીમાં ઇંડસઇંડ બેંકના શેર ટોપ ગેનર છે. જ્યારે HULના શેર ટોપ લૂઝર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે BSE સેંસેક્સ ૨૯૪ અંક તૂટીને ૬૨,૮૪૮ પર બંધ રહ્યો હતો. મંદીના માહોલ વચ્ચે પણ જે શેરમાં વધારો જોવા મળ્યો તેની વાત કરીએ તો બજાજ હિન્દ માં ૭ % નો વધારો જોવા મળ્યો હતો. તો Sakthi Sugar માં ૫ % અને રાણા સુગરમાં ૪.૪૦ %, KCP SUGAR ૩.૯૦ % એ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *