વાવાઝોડું બિપોરજોય વધુ આક્રામક બન્યું

સ્કાયમેટ મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી, હાલ વાવાઝોડું બિપોરજોય ઉત્તર દિશામાં વધી રહ્યુ છે આગળ 

વાવાઝોડા બિપોરજોય ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વાવાઝોડા બિપોરજોય નો રૂટ હવે નક્કી જ છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડા બિપોરજોય ને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી છે. નલિયાની આસપાસ વાવાઝોડુ લેન્ડફોલ કરશે. હાલ વાવાઝોડું બિપોરજોય ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે. મહત્વનું છે કે, વાવાઝોડું જખૌથી ૧૫ જૂને પસાર થશે.

ગુજરાતમાં વાવાઝોડા બિપોરજોય ને લઈ સતત નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન હવે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટનું મોટું અનુમાન સામે આવ્યું છે. જે મુજબ વાવાઝોડાનો રૂટ હવે લગભગ નક્કી છે. નલિયાની આસપાસ ૧૫ તારીખે વાવાઝોડુ લેન્ડફોલ કરશે. આ સાથે ૧૫ તારીખે પવન ૧૨૦ – ૧૩૦ કિમી ઝડપે ફુંકાશે તેવું અનુમાન પણ સ્કાયમેટે કર્યું છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપરજોય વાવાઝોડુ હાલ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યુ છે. વિગતો મુજબ વાવાઝોડુ પોરબંદરથી સમુદ્રમાં ૨૯૦ કિમી દૂર છે. આ સાથે બિપરજોય વાવાઝોડુ દ્વારકાથી સમુદ્રમાં ૩૦૦ કિમી અને જખૌ બંદરથી સમુદ્રમાં ૩૬૦ કિમી દૂર છે. વિગતો મુજબ ૧૫ જૂન જખૌથી વાવાઝોડુ પસાર થશે.

વાવાઝોડું બિપોરજોય હાલ જખૌથી માત્ર ૩૪૦ કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. જેને લઈ હવે વાવાઝોડું જખૌથી ૧૫ જૂને પસાર થશે. અત્યારે વાવાઝોડું જખૌથી માત્ર ૩૪૦ કિમી દૂર છે. આ સાથે વાવાઝોડું બિપોરજોય પોરબંદરથી ૩૦૦ કિમી દૂર, દ્વારકાથી ૨૯૦ કિમી અને નલિયાથી ૩૫૦ કિમી દૂર છે. આ તરફ બિપોરજોય ને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં વાવાઝોડું બિપોરજોય ની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. તંત્ર દ્વારા વાવાઝોડું બિપોરજોય ની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વાવાઝોડું બિપોરજોય ને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *