કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં ૯ મે ના રોજ થયેલ હિંસા મામલે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પાર્ટીને શાહબાઝ શરીફ સરકારથી વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સામે કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર કરવામાં આવ્યો છે. આ બિલમાં દોષીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ.
નેશનસ એસેમ્બલીના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાન રક્ષા મંત્રી ખ્વાજા આસિફ તરફથી નીચલા સદનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, આ પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો છે. આ પ્રસ્તાવ અનુસાર એક રાજનૈતિક દળ અને દળના નેતાઓએ ૯ મે ના રોજ તમામ હદ પાર કરીને સૈન્ય પ્રતિષ્ઠાન પર હુમલો કર્યો હતો. જેના કારણે દેશના સંસ્થાનને નુકસાન થયું છે.’