ટ્રેન ૧૨ જૂન થી ૧૭ જૂન સુધી અંશતઃ રદ્દ કરવામાં આવી છે.
સાવચેતીના પગલા રૂપે વાવાઝોડાનાં સંભવિત વિસ્તારમાં રાજકોટ જિલ્લામાંથી પસાર થતી ૩૬ ટ્રેનોને સંપૂર્ણપણે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, રાજકોટ ડિવિઝન મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા સંબંધિત પગલા પણ લઈ રહ્યું છે. જેમાં વેરાવળ-રાજકોટ એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ, પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ, કનાલુસ-પોરબંદર સ્પેશિયલ, વડોદરા-જામનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી જેવી કુલ ૩૬ ટ્રેન, કે જે પોરબંદર, જામનગર, રાજકોટ તેમજ દ્વારકા જિલ્લામાંથી પસાર થતી અને દિલ્લી, ઈન્દોર, મુઝ્ઝફરપુર અને બાંદ્રા ટર્મિનસ સુધી જતી ટ્રેન તારીખ ૧૨ જૂન થી ૧૭ જૂન સુધી અંશતઃ રદ્દ કરવામાં આવી છે.