સેંસેક્સમાં ૪૧૮ પોઇન્ટનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો, આ ઉછાળાના લીધે માર્કેટે ૬૩,૧૪૩ નો અંક કુદાવી દીધો હતો.
શેરબજારમાં મંદીના મહોલ બાદ આજે એકાએક તેજીનું વાવાઝોડું ફુંકાયું હતું. બે દિવસ મંદીના માહોલ વચ્ચે મંગળવારે ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે માર્કેટ નવા રંગ રૂપ સાથે બેઠું થયું હતું. BSE સેંસેક્સમાં ૪૧૮ પોઇન્ટનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો, આ ઉછાળાના લીધે માર્કેટે ૬૩,૧૪૩ નો અંક કુદાવી દીધો હતો. આવી જ રીતે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ તેજી આવતાં ૧૮૭૧૬ નો આંકડો પાર કરી લીધો છે. બજારમાં આવેલી તેજી પાછળ IT, FMCG, મીડિયા, રિયલ્ટી સ્ટોક્સ જવાબદાર રહ્યાં હતા, આ શેરમાં વધારો આવ્યો હતો. ખાસ કરીને ટાટા ગ્રૂપ શેરમાં વધુ વેચવાલી જોવા મળી હતી. તો NSE પર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં ૩ % નો વધારો જોવા મળ્યો હતો.
નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમરનો શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આ પહેલા સોમવારે BSE સેંસેક્સમાં ૧૦૦ પોઇન્ટનો વધારો આવ્યો હતો, જેના કારણે ૬૨,૭૨૪ પર બંધ રહ્યું હતું. શેર બજારમાં નિફ્ટીના સ્ટોક્સમાં પ્લસમાં આવેલા શેરની વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર +૨.૫૦, એશિયન પેઇન્ટ +૨.૨૦, ટાઇટન +૨.૨૦ અને સિપ્લા +૨.૧૦ % નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઘટાડા સાથે બંધ થયેલા શેરની વાત કરીએ તો કોટક બેંક -૧.૪૦, HCL Tech -૦.૮૦, M&m -૦.૭૫ %. વગેરે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.