પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂનનાં રોજ અમેરિકા પહોંચશે અને ત્યાં વ્હાઈટ હાઉસ પર તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ થી ૨૪ જૂન સુધી અમેરિકાની યાત્રા પર જઈ રહ્યાં છે. તેમની આ યાત્રા ખાસ રહેવાની છે કારણ કે એવું પહેલીવાર થશે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી વ્હાઈટ હાઉસ પહોંચશે ત્યારે તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવશે.
આ સિવાય રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી મિસિસ બાઈડન ની તરફથી પ્રધાનમંત્રી મોદીનાં સમ્માનમાં રાજકીય ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી મોદી ૨૧ જૂનની સાંજે અમેરિકા પહોંચશે અને ત્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થશે. ૨૨ જૂનનાં તેઓ વાઈટ હાઉસ પહોંચશે જ્યાં તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવશે. આ સિવાય અનેક સ્વાગતનાં કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યાં છે. આ બાદ પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનની વચ્ચે બેઠક થશે. સાંજે રાજકીય ભોજનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટપતિનાં ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસમાં જ રહેશે. રાજકીય યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરસે. તે અમેરિકી કોંગ્રેસને ૨ વખત સંબોધિત કરનારા પહેલાં ભારતીય પ્રધાનમંત્રી હશે.