બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ આક્રમક

બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બનીને ગુજરાતની નજીક આવી રહ્યું છે. ત્યારે વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું વધુ આક્રમક બન્યું છે. વાવાઝોડું ૮ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત માટે આગામી ૩૬ કલાક મહત્વના છે. વાવાઝોડાને લઈને ગુજરાતના બે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, જામનગર અને પોરબંદર આ ૩ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૫ જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૧૫ જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. તો ૧૬ જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિશાળી વાવાઝોડાએ હજુ પોતાની દિશા બદલી નથી. હજુ ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૧૫ જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. જેથી ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *