મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ માંથી હોટ લાઈન દ્વારા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં વાતચીત કરી
સ્થાનિક પરિસ્થિતિની વિગતો મેળવી હતી. તેમણે આ બે જિલ્લાઓમાં તત્કાલ બચાવ રાહત અને લોકોના સ્થળાંતર સહિતની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી હતી. મુખ્યમંત્રીએ મંગળવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો