બિપોરજોય વાવાઝોડું કચ્છનાં દરિયામાં લેન્ડફોલ થવાની શક્યતાને વહીવટી તંત્ર ખડેપગે છે. બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સરહદી તાલુકાનાં ૯ મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે.
બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સરહદી તાલુકાનાં ૯ મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાના મઢ વગેરે બંધ રહેશે. તેમજ કોટાડા, જડોદર, અને નારાયણ સરોવર, નલિયા, અને કોઠારા બંધ રહેશે. તેમજ નખત્રાણા સહિત ૯ ગામોનાં બજાર બંધ રાખવાનો પણ કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેમજ દરિયા કિનારાનાં ગામોને એલર્ટ કરાયા છે.
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની વધુ અસર વર્તાઈ છે. ત્યારે માંડવીનાં દરિયામાં કરંટ વધ્યો હતો. દરિયાનું પાણી બીચ પરના સ્ટોર સુધી પહોંચ્યું હતું. માંડવીનાં દરિયામાં કરંટ વધતા દરિયાના કિનારાથી ૧૦૦ મીટર દૂર આવેલી પાણી દુકાનમાં પહોંચ્યું. દરિયા કિનારે પવનની ગતિમાં પણ વધારો થયો છે. અત્યારે માંડવીમાં ૮૦ થી ૯૦ કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ નલિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. નલિયા- જખૌનાં આસપાસનાં ૩,૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. નલિયાનાં ગામોમાં બિપોરજોયનો ખતરો સૌથી વધુ છે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાનાં ૨૫ ગામો સતત નીરીક્ષણ હેઠળ છે. દરિયા કાંઠાના લોકો તંત્રને સહકાર આપી સુરક્ષિત જગ્યાએ પહોંચશે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે તંત્રએ સજાગ થઈ તમામ તૈયારીઓ કરી છે.