ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સતત બીજા મહીને ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે.
ચીનમાં યુવા બેરોજગારીનો દર રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સતત બીજા મહીને ચીનમાં બેરોજગારીનો દર વધ્યો છે, કોરોનાકાળ પછી ચીનમાં આવેલી તેજી બાદ હવે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીકે કહ્યું છે કે, ૧૬ થી ૨૪ વર્ષના ચીની લોકોનો બેરોજગારી દર મે મહિનામાં વધીને ૨૦.૮ % પર પહોંચી ગયો છે. આ પહેલાં એપ્રિલ મહિનામાં આ દર ૨૦.૪ % પર હતોં. હાલ ચીનમાં બેરોજગારીનો દર અત્યાર સુધી સૌથી વધુ સ્તર પર છે. બ્યુરોએ વધુમાં જણાવ્યું કે, કુલ શહેરી બેરોજગારી દર ૫.૨ % પર રહી છે.