અગ્નીવીરમાં ગુજરાતના ઉમેદવારોનું પ્રભુત્વ વધે તે હેતુથી મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિઃશુલ્ક નિવાસી તાલીમ કેમ્પનું આયોજન કરાયું.
અગ્નીવીરમાં ગુજરાતના ઉમેદવારો પોતાનું કૌશલ્ય બતાવી શકે તે ઉદ્દેશ્યથી મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અગ્નિવીર ભરતી માટે ૩૦ દિવસની નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના લુણાવાડામાં આવેલ શ્રી પી.એન. પંડયા કોલેજ ગ્રાઉન્ડમાં આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારની ફિટનેશ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દોડ, ઉંચાઇ તેમજ વજનની ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પ દરમ્યાન જે યુવાનોની પસંદગી થશે તેમને ૩૦ દિવસની નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે.