બિપોરજોય વાવાઝોડાની અસર હજુ યથાવત

ગત રાત્રીનાં સુમારે બિપોરજોય વાવાઝોડનાં કારણે કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેનાં કારણે શહેરમાં અનેક જગ્યાએ કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. તો ભારે પવનને કારણે ઠેર ઠેર વીજ થાંભલા ધરાશાયી થઈ જતા લાઈટો જતી રહી હતી.

અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડ ગતરોજ જખૌ પોર્ટ નજીક ટકરાતા કચ્છમાં ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, ઘરની દીવાલો પડી ગઈ છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેજ પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. NDRFની ટીમ કટર મશીન સાથે ગ્રાઉન્ડ પર ઉતરી છે. વાવાઝોડા બાદ રાહતની કામગીરી હાથ ધરી છે.

બિપોરજોય વાવાઝોડામાં નુકશાન અંગે કચ્છ કલેક્ટે જણાવ્યું હતું કે, હજુ સુધી જાનહાનિનાં કોઈ સમાચાર મળ્યા નથી. નખત્રાણા, માંડવી, અબડાસા, મુન્દ્ર તેમજ ગાંધીધામ તાલુકામાં નુકશાન થયું હતું. તેમજ ભારે પવનના કારણે વીજ પુરવઠો ઘણી જગ્યાએ ખોરવાયો હતો. મોટી સંખ્યામાં વીજપોલ ધરાશાયી થયા છે. તેમજ ઝડપથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *