યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક ૭.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ટોંગાથી ૨૮૦ કિમી દક્ષિણપશ્ચિમમાં ૧૬૭.૪ કિમીની ઊંડાઈએ સ્થિત હતું.
જો કે, જાનહાનિ અથવા નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ જણાવ્યું હતું કે ભૂકંપને પગલે યુએસ વેસ્ટ કોસ્ટ, બ્રિટિશ કોલંબિયા અથવા અલાસ્કા માટે સુનામીનો કોઈ ખતરો નથી.