કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી શકે છે તેમજ આવતીકાલે સ્થિતિ સાનુકૂળ હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. જે સમગ્ર વાવાઝોડાની સ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે અને તેઓ મુખ્યમંત્રી સાથે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લઈ શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવી શકે છે તેમજ આવતીકાલે સ્થિતિ સાનુકૂળ હશે તો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વાવાઝોડાની પરિસ્થિતને જાણકારી મેળવી હતી.
બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ટ્વીટ કરીને રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ, આજે એટલે કે ૧૬ જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.