કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જખૌ સેલ્ટર હોમમાં અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત
બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી હતી. આ તરફ હવે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રથમ જખૌ પોર્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે બાદમાં તેઓ જખૌ સેલટર હોમ ખાતે રહેલા લોકોને મળ્યા પહોંચ્યા છે. આ સાથે તેઓ માંડવી ખાતે પ્રભાવિત થયેલ લોકોને પણ મળ્યા હતા.
બિપોરજોયની અસર કચ્છ જિલ્લામાં વધુ હોઇ ત્યાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યાં સતત વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ તરફ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આજે હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કચ્છ જિલ્લામાં બિપોરજોયની અસરની વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જખૌ પોર્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહ જખૌ સેલટર હોમ ખાતે રહેલા લોકોને પણ મળ્યા હતા. જે બાદમાં માંડવી ખાતે પ્રભાવિત થયેલ લોકો સાથે અમિત શાહે મુલાકાત કરી હતી.