અમદાવાદ ટ્રાફિક પોલીસે સુરક્ષાના ભાગરૂપે અમુક રસ્તાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું

શહેરમાં આગામી ૨૦ મી જૂન મંગળવારે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રા યોજાશે. મંદિર અને પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે શહેરમાં અમુક રસ્તાઓ બંધ કરવા ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસનું આ જાહેરનામું ૧૯/૦૬/૨૦૨૩ થી ૨૦/૦૬/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. રથયાત્રા નીકળશે ત્યારથી લઈને પૂર્ણ થશે ત્યાં સુધી શહેરમાં કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે.

પોલીસના જાહેરનામા પ્રમાણે બંધ કરવામાં આવેલા રસ્તાની વાત કરીએ તો, ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સાળંગપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, રંગીલા ચોકી, આર.સી. હાઈસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક અને ગોળલીમડા વાળો રસ્તો બંધ કરવામાં આવશે. આ રસ્તા બંધ હોવાથી ટ્રાફિક પોલીસે તેનો વૈકલ્પિક માર્ગ પણ જાહેર કર્યો છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના ૧૫,૦૦૦ જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના ૧૫,૦૦૦ જવાનો જોડાયા, જેમાં ૧૧ IG, ૫૦ SP, ૧૦૦ DySP, ૩૦૦ PI, ૭૦૦ PSI રિહર્સલમાં જોડાયા હતા. આ સાથે ૬,૦૦૦ હોમગાર્ડના જવાન, SRP અને SAPFની ૩૫ કંપનીઓ પણ રિહર્સલમાં જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *