પહેલવાન યૌન શૌષણના આરોપી બ્રિજ ભૂષણ સિંહ સાથે યુપીના ગોંડામાં એક ભયાનક ઘટના બની હતી.
ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ પહેલવાનોના યૌન શૌષણ કેસમાં ફસાયા છે. મોદી સરકારના ૯ વર્ષ પૂરા થવાના પ્રસંગે તેઓ યુપીના ગોંડામાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યાં હતા. સભામાં તેમના બે સમર્થક જૂથો સેલ્ફી લેવા જેવી બાબતે સામસામા આવી ગયા અને મારામારી પર ઉતરી આવ્યાં હતા.
ભાજપના સાંસદ કટરા બજાર વિધાનસભા ક્ષેત્રના બરબત ખાતે ભાજપના લઘુમતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ભાજપમાં જોડાવાનો છે. હાલ દેશની અંદર મોદી લહેર ચાલી રહી છે. દેશની જનતા આખી દુનિયાની આર્થિક સ્થિતિ પર નજર રાખી રહી છે. વિપક્ષ હંમેશા એકજૂથ રહે છે પરંતુ દેશની જનતા હંમેશા પીએમ મોદીની સાથે છે. આજે અહીં મોંઘવારીની કોઇ પર અસર નથી થઇ રહી. પીએમ મોદીના રથને કોઈ રોકી શકતું નથી કારણ કે તેમનો રથ લોકો ચલાવી રહ્યા છે. હિન્દુ, મુસ્લિમ, અમીર અને ગરીબ બધા સાથે મળીને દોડી રહ્યા છે. દેશમાં કોઈ પણ વિપક્ષી દળ પાસે કોઈ ફોર્મ્યુલા નથી કે કોઈ મુસ્લિમને ક્યાં ભગાડવો.