IIT ગુવાહાટીએ તેની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર JEE એડવાન્સ્ડ ૨૦૨૩ પરીક્ષાની અંતિમ આન્સર કી પણ બહાર પાડી.
JEE એડવાન્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો તેને સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસી શકે છે. IIT ગુવાહાટીએ તેની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર JEE એડવાન્સ્ડ ૨૦૨૩ પરીક્ષાની અંતિમ આન્સર કી પણ બહાર પાડી છે. ઉમેદવારો તેને ચકાસી શકે છે. JEE-એડવાન્સ પરીક્ષાનું પરિણામ અને કટઓફ આજે એટલે કે ૧૮ જૂને સવારે ૧૦:૦૦ વાગ્યે જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓનો ઓલ ઈન્ડિયા રેન્ક તેમજ કેટેગરી રેન્ક પણ પરિણામોમાં બહાર પાડવામાં આવશે.
IIT પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા ૦૪ જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પેપર ૧ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી અને પેપર ૨ બપોરે ૦૨:૩૦ થી સાંજના ૦૫:૩૦ સુધી લેવામાં આવ્યું હતું. ઉમેદવારોના જવાબો અને પ્રોવિઝનલ આન્સર કી અનુક્રમે ૯ અને ૧૧ જૂનના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારપછી, જે ઉમેદવારોએ JEE એડવાન્સ ૨૦૨૩ કટ-ઓફ માર્ક્સની બરાબર અથવા તેનાથી વધુ ગુણ મેળવ્યા છે તેઓ JoSAA દ્વારા હાથ ધરવામાં આવનાર IIT પ્રવેશ કાઉન્સેલિંગ માટે નોંધણી કરાવી શકે છે. પ્રક્રિયા આવતીકાલે ૧૯ મી જૂનથી josaa.nic.in પર શરૂ થશે.
JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હૈદરાબાદ ઝોનમાંથી બીસી રેડ્ડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. JEE એડવાન્સ ૨૦૨૩ પરીક્ષા માટે કુલ ૧૨૫ વિદેશી ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાંથી ૧૦૮ પરીક્ષામાં હાજર થયા છે અને ૧૩ પરીક્ષામાં ક્વોલિફાય થયા છે. JEE એડવાન્સ ૨૦૨૩ પરીક્ષાની ટોપર મહિલા પણ હૈદરાબાદ ઝોનની છે. ૨૯૮/૩૬૦ સ્કોર કરનાર નયકાંતિ નાગા ભવ્ય શ્રીને આ વર્ષે મહિલા ટોપર જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીના પરિણામોમાં, રાઘવ ગોયલે ઓલ ઈન્ડિયા રેન્ક-૪, પ્રભાવ ખંડેલવાલ ઓલ ઈન્ડિયા રેન્ક-૬, મલય કેડિયા ઓલ ઈન્ડિયા રેન્ક ૮ અને નાગીરેડ્ડી બાલાજી ઓલ ઈન્ડિયા રેન્ક ૯ મેળવ્યા છે.