દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ એટલે કે, આબોહવા પરિવર્તનની સમસ્યા અત્યારના સમયમાં મોટી મુસિબત બનીને ઉભરી રહી છે.
દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ એટલે કે, આબોહવા પરિવર્તનની સમસ્યા અત્યારના સમયમાં મોટી મુસિબત બનીને ઉભરી રહી છે. ત્યારે અમેરિકા દ્વારા ક્લાઈમેટ ચેન્જની આ સમસ્યા સામે લડવા માટે મોટા રોકાણની જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જાહેરાત કરી છે કે, અમેરિકા દેશના દરિયાકાંઠાના સમુદાયોને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવામાં મદદ કરવા માટે ૬૦૦ મિલિયન ડોલરથી પણ રોકાણ કરશે. વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું છે કે, ”અમેરિકાના ઈતિહાસમાં ક્લાઈમેટ ચેન્જ નિવારણમાં આ સૌથી મોટું રોકાણ છે.”