આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી રથયાત્રા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સવારે જમાલપુર નિજ મંદિરે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં હાજરી આપશે.

ગુજરાતમાં અમદાવાદની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની  રથયાત્રાના રૂટ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે.

૨૦ જૂને ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રા નીકળવા જઇ રહી છે. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ અમિત શાહ જગન્નાથજીના આશીર્વાદ લેવા આવશે. તેઓ વહેલી સવારે ૦૪:૦૦ વાગ્યે મંગળા આરતીમાં હાજર રહેશે. મોટાભાગે આવા પ્રસંગે તેઓ સપરિવાર જોવા મળે છે. ત્યારે અમિત શાહના આગમનને તમામ તૈયારીઓ અને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

મંગળા આરતી બાદ તેઓ સવારે ૦૯:૧૫ વાગ્યે ન્યુ રાણીપમાં બગીચાનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સવારે ૦૯:૩૦ વાગ્યે ચાંદલોડિયામાં રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ૦૯:૪૫ વાગ્યે બોડકદેવમાં ક્રેડાઈ ગાર્ડન પીપલ્સ પાર્કનું ઉદ્ઘાટન કરશે અને સવારે ૧૧:૩૦ વાગ્યે બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *