“વિશ્વગુરુ પીએમ મોદી” મણિપુરની વાત ક્યારે સાંભળશે?

કોંગ્રેસ નેતા કે.સી વેણુગોપાલે કહ્યું કે,’ પીએમ મોદી મણિપુરમાં ચાલી રહેલા સંકટ પર એક શબ્દ પણ બોલ્યાં વિના વિદેશ જઈ રહ્યાં છે.’

મણિપુરમાં છેલ્લા દોઢ મહિનાથી હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પીએમ મોદીની તરફથી આ હિંસાને લઈને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કે.સી.વેણુગોપાલે મણિપુર હિંસાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ‘છેલ્લાં ૪૯ દિવસોથી મણિપુર સળગી રહ્યું છે અને ૫૦ માં દિવસે પણ પીએમ મોદી મણિપુરમાં ચાલી રહેલા સંકટ પર એક શબ્દ પણ બોલ્યાં વિના વિદેશ જઈ રહ્યાં છે.’

કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે કહ્યું કે,’ મણિપુરમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે, હજારો લોકો બેઘર થયાં છે, અગણિત ચર્ચ અને પૂજાનાં સ્થળોને નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. હવે હિંસા મિઝોરમમાં પણ ફેલાઈ રહી છે. છેલ્લાં ઘણાં દિવસોથી મણિપુરનાં નેતા પીએમ પાસે હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યાં છે. જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેઓ વિશ્વાસ અપાવી રહ્યાં છે કે પીએમ મોદી અને ભાજપ સોલ્યુશનની જગ્યાએ સંઘર્ષને વધુ લાંબુ ખેંચવામાં લાગી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *