કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું કે, ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે. દૂધાળા પશુ માટે 30,000 સહાય સરકાર કરશે.

બોપોરજોય વાવાઝોડા પછી ગાંધીનગર ખાતે પ્રથમવાર મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડા સમય કેન્દ્રસરકારના માર્ગદર્શન અને મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યમાં ખૂબ સરસ તમામે કામગીરી કરી છે અને આ પરિસ્થિત પહોંચી વળ્યા છીએ.

ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત પસાર થઈ ચૂકી છે અને ૬ તારીખથી વાવાઝોડાની જાણકારી મળ્યાથી તંત્ર અલર્ટ થયુ હતુ તેમજ વાવાઝોડાની માહિતી મળતાની સાથે જ જિલ્લા કક્ષાએ બેઠકો કરી હતી. ઝડપથી લોકોને બચાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને પીએમ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે સફળ કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ વાવાઝોડાની જાણકારી મળતી ન હતી અને હવે ટેક્નોલોજીને કારણે આવનારી આફતની જાણકારી મળી રહે છે.

વાવાઝોડા બાબતે હવામાન ખાતું સચોટ સાબિત થયુ છે. તેમજ જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમના પુન: વસવાટની કામગીરી કરી છે. પીવાના પાણી માટે પંપિંગ સ્ટેશન સુધી વીજળી પહોચાડી દીધી છે. સરકારી કચેરીઓમાં પણ ફરી વીજળી શરુ કરવામાં આવી છે અને આવતીકાલ સાંજ સુધી ૯૫ % વીજળીની કામગીરી પૂર્ણ થશે તેમજ વાવાઝોડા દરમિયાન કેટલાક પશુઓના મૃત્યુ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *