બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ લાયસન્સ ૧ જુલાઈથી ૨૪ ફૂટવેર પ્રોડક્ટ્સ માટે ફરજિયાત બનશે

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, આગામી મહિનાની ૧લી તારીખથી ૨૪ ફૂટવેર પ્રોડક્ટ્સ માટે BIS લાઇસન્સ ફરજિયાત બનશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, પ્રમોદ કુમાર તિવારીએ, ડાયરેક્ટર જનરલ, BIS, ફુટવેર અને અન્ય ઉત્પાદનો માટે તાજેતરમાં સરકાર દ્વારા જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, ચામડા અને અન્ય સામગ્રીના ફૂટવેર હેઠળ આવતા ૨૪ ફૂટવેર ઉત્પાદનો માટે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર આ વર્ષે ૧ જુલાઈથી અમલમાં આવશે. ઉત્પાદનોના ઉત્પાદન, આયાત કે વેચાણ માટે BIS લાઇસન્સ ફરજિયાત રહેશે.

ફૂટવેર ઉત્પાદનોની ગુણવત્તા અને પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા માટેના ધોરણો વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓ, ગ્રાહક સંસ્થાઓ અને વિવિધ હિસ્સેદાર જૂથોના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવે છે.નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે અનુપાલનની સુવિધા માટે અમલીકરણની તારીખ આવતા વર્ષે ૧ જાન્યુઆરી હશે. સરકારે તાજેતરમાં પ્રમાણિત સ્ટાર્ટ-અપ્સ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ એકમો માટે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર હેઠળ ફૂટવેર ઉત્પાદનો માટે પરીક્ષણ ફીમાં ૮૦ % ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *