શેરબજારમાં તોફાની તેજી

માર્કેટ ખૂલ્યા બાદ સેન્સેક્સ ૨૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩,૫૮૮ ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ આજે ૧૮,૦૦૦ થી ઉપર છે. નિફ્ટી પણ ૧૮,૮૭૦ એ પહોંચી છે.

ભારતીય શેર બજારમાં આજે ઉંચાઈઓનો નવો રેકોર્ડ કાયમ કર્યો છે. શેર માર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ એક કલાકમાં જ સેન્સેક્સ ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. માર્કેટ ખૂલ્યા બાદ સેન્સેક્સ ૨૬૦ પોઈન્ટના ઉછાળા સાથે અત્યાર સુધી ઓલટાઇમ રેકોર્ડ હાઇ ૬૩,૫૮૮ પર પહોંચ્યો છે. નિફ્ટી પણ આજે ૧૮,૦૦૦થી ઉપર છે. નિફ્ટી પણ ૧૮,૮૭૦એ પહોંચી છે. અગાઉ શેરબજારમાં નિફ્ટીનો રેકોર્ડ હાઈલેવલ ૧૮,૮૮૭.૬૦ પર હતો, જે ૦૧/૧૨/૨૦૨૨માં નિફ્ટીએ સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સએ ૬૩,૫૮૩.૦૭ની ઓલ ટાઇમ હાઈલેવલ બનાવ્યો હતો.

સેન્સેક્સએ આજે ૬૩,૫૮૩ના હાઈ લેવલને વટાવી લીધું હતું. તેણે ૬૩,૫૮૮.૩૧ના નવા ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો હતો. હવે બજારમાં નિફ્ટીના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શવાની રાહ જોવાઈ રહી છે.  નિફ્ટીમાં આજે ૧૮,૮૭૫.૯૦ની સપાટીને સ્પર્શી ફરી ઘટાડો દેખાયો હતો. તેણે ઓલટાઈમ હાઈ લેવલને પાર કર્યો નથી.

 

મીડિયાના શેરોમાં ૨.૨૬ %નો જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને ફાયનાન્શિયલ શેરોમાં પણ ૧.૦૫ %ની શાનદાર લીડ જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ શાનદાર વધારા સાથે ૪૩,૮૪૮ના લેવલ પર કારોબાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *