ગુજરાત રાજયમાં છેલ્લા ૩૬ કલાકમાં મહત્તમ તાપમાનમાં સહેજ વધારો નોંધાયો છે. સૌથી વધુ ૩૮ ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન ભાવનગરમાં નોંધાયું હતું. આ ઉપરાંત વલ્લભવિદ્યાનગરમાં ૩૭ ડીગ્રી, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને વડોદરામાં ૩૬, ગાંધીનગરમાં ૩૫ જયારે ભૂજ, મહુવા કેશોદ અને સુરતમાં ૩૪ ડીગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી ૪ – ૫ દિવસમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નકારી છે.
હવામાન વિભાગે રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભેજના કારણે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના છે. જે અનુસાર તાપી ,ડાંગ ,ભરૂચ ,સુરત અને વડોદરામાં વરસાદ પડી શકે છે. તો, હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નથી, જો કે ભેજ અને પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા હોવાથી તાપમાનમાં સામાન્ય વધારો થશે. તેમજ વરસાદી માહોલ રહેશે. તેમજ ૧ થી ૨ ડિગ્રી તાપમાન વધી શકે છે.