ભરુચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે PPP ધોરણે તૈયાર કરાયેલા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
૧૧૩.૩૭ કરોડના ખર્ચે બનેલ બસ પોર્ટમાં મુસાફરો માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હશે.૧૮.૧૮ કરોડના ખર્ચે બસ ટર્મિનલ અને ૯૫.૧૯ કરોડનું કોમર્શિયલ ફેસિલિટી કોસ્ટ સાથે એરપોર્ટ જેવા બસ ટર્મિનલ શરૂ કરવામાં આવ્યું. વિશાળ પાર્કિંગ, લિફ્ટ, લેન્સ સ્કેપિંગ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, સીસીટીવી કેમેરા, રિટેલ સુપર માર્કેટ, ફૂડકોર્ટ પ્લાઝા, હોટેલ્સ સહિતની તમામ સુવિધા જોવા મળશે.