મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં ૨ સલાહકારને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એસ.એસ. રાઠોડ અને હસમુખ અઢિયાને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં ૨ સલાહકારોને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મુખ્ય સલાહકાર તેમજ ભૂતપૂર્વ આઈએએસ હસમુખ અઢીયાને ગાંધીનગર ગીફ્ટ સીટીનાં ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે એસ.એસ.રાઠોડને સુરત ડ્રીમ સીટીનાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ નિવૃત આઈએએસ રાજીવકુમારને ગુપ્તાને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટનાં ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
રાજીવકુમાર ગુપ્તા ગયા મહિને જ નિવૃત થયા હતા. જે બાદ સરકાર દ્વારા તેમને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટનાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ પર ભૂતપૂર્વ સનદી અધિકારી પી.કે.તનેજાની ટર્મ પૂર્ણ થયા બાદ રાજીવકુમાર ગુપ્તાને મુકવામાં આવ્યા છે. વધુ એક હુકમ પ્રમાણે ભૂતપૂર્વ સનદી અધિકારી લલિત પાડલિયાને ગુજરાત સરકારે મહેસૂલ વિભાગની અપીલ શાખામાં સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.