રશિયન રાજદૂતે કહ્યું, જ્યાં સુધી માંગ રહેશે ત્યાં સુધી રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન હવે ભારતને લઈ રશિયા તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. વૈશ્વિક સ્તરે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ સારા છે. આના ઘણા ઉદાહરણો છે જેમ કે રશિયાએ તાજેતરના ભૂતકાળમાં જે રીતે ભારતને ઓછી કિંમતે તેલ પૂરું પાડ્યું અને ભારતે રશિયા-યુક્રેન યુદ્ધને રાજદ્વારી રીતે સંભાળ્યું. બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. આપેલ એક ઇન્ટરવ્યુમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે જ્યાં સુધી માંગ રહેશે ત્યાં સુધી રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે.
રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે એક ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું છે. ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે, બંને પક્ષો ઊર્જા પુરવઠાને ટકાઉ બનાવવા અને વેપાર અસંતુલનને દૂર કરવાના માર્ગો પર કામ કરી રહ્યા છે. બીજી તરફ ડેનિસ અલીપોવનું કહેવું છે કે, રશિયામાં ચીનના વધતા પ્રભાવ પર રડવાને બદલે ભારતીય નિષ્ણાતો ભારતના વિકાસને પ્રોત્સાહન આપે તે વધુ સારું રહેશે.
રશિયાના રાજદૂતે ભારત-રશિયા સંબંધો પર વાત કરતા કહ્યું કે, અમારી અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ભારત કોઈ ખાસ કેમ્પ પસંદ કરતું નથી. તે તેના મૂલ્ય માટે સાચું રહે છે. આ સિવાય રશિયાના રાજદૂતે કહ્યું કે, રશિયા ભારતના વસુધૈવ કુટુમ્બકમને માને છે અને યુરોપમાંથી સમાન મૂલ્યની ઈચ્છા ધરાવે છે.