મોરક્કોની એક બોટે ૨૪ લોકોને બચાવી લીધા છે.
સ્પેનના કૈનરી દ્વીપ તરફ જઈ રહેલ એક નાની બોટ ડૂબી જવાને કારણે ૩૦ થી વઘુ પ્રવાસીઓનું ડૂબીને મોત થયું હોવાની આશંકા છે.
બે આબ્રજન સંગઠન-વોકિંગ બોર્ડર્સ અને એલાર્મ ફોનબોટના યાત્રીકોના બચાવ માટે અગાઉથી કોઈ કાર્યવાહી ના કરવા માટે ટીકા કરી છે. બોટમાં લગભગ ૬૦ લોકો હતા. સ્પેનની સમુદ્રી રાહત બચાવ સેવાએ જણાવ્યું છે કે, મોરક્કોની એક બોટે ૨૪ લોકોને બચાવી લીધા છે. બોટ પર કેટલા લોકો હતા તે બાબતે સ્પેન અને મોરક્કોના અધિકારીઓએ પુષ્ટી કરી નથી.