અંકલેશ્વર શહેરની જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. વિકરાળ આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરની GIDCની નિરંજન લેબોરેટરી કંપનીમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી છે, જેથી અફરા તફરી મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી લોકોમાં ભય સાથે અફરાતફરી મચી હતી. લેબોરેટરી કંપનીમાંથી કાળા ધુમાડા સાથે આગની લપેટો દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ હતી. આગને કાબુમાં લેવા માટે ૫ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતા. આગ લગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.