પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને અમૂલ્ય ભેટ આપવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન યજમાન જીલ બાઈડન અને જો બાઈડનને અમૂલ્ય ભેટ આપી છે. પીએમ મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડનને એક સાડા સાત કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો.

આ સાથે પીએમ મોદીએ જો બાઈડનને એક વિશેષ ચંદનનું બોક્સ પણ ભેટમાં આપ્યું.  હીરો પૃથ્વી પરથી ખોદવામાં આવેલા હીરાના રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો દર્શાવે છે. ડાયમંડ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે.  આ ડાયમંડને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ અને કાળજી સાથે કાપવામાં આવ્યો છે. તે પ્રતિ કેરેટ માત્ર ૦.૦૨૮ ગ્રામ કાર્બન ઉત્સર્જન કરે છે. જ્યારે ચંદનનું બોક્સ  જયપુરના એક શિલ્પકારે બનાવ્યું છે. બોક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ કોલકાતાના પાંચમી પેઢીના ચાંદીના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે.

બીજી તરફ, આજે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે. જેમાં સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. પીએમ મોદી આજે અમેરિકન કોંગ્રેસના સભ્યોને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડને પીએમ મોદીના સ્વાગત માટે ડિનરનું આયોજન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *