BCCIએ વનડે અને ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI, ટેસ્ટ અને T-૨૦ સીરિઝ રમાશે જેમાંથી વનડે અને ટેસ્ટ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જુલાઇમાં ODI, ટેસ્ટ અને T-૨૦ સીરિઝ રમાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ટુર માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અંહિયા નોંધનીય છે કે આ વખતે ટીમમાં ઘણા નવા નામ સામેલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ભારતીય વિકેટકીપર સંજુ સેમસનને ફરી એકવાર ODI ટીમમાં તક મળી છે. સાથે જ ટેસ્ટ ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે તો અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટેસ્ટ ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની

ODI ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા , શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *