આગામી ૨ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને આગામી ૪ અઠવાડિયાંમાં દેશભરમાં ચોમાસાંનું આગમન થઇ ચૂક્યું હશે તેવી હવામાન વિભાગની આગાહી છે .
મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. દેશના હવામાન વિભાગે મુંબઈમાં ચોમાસું ૨૪મી સુધીમાં પહોંચે તેવી આગાહી કરી હતી.જે આજે સાચી પડશે. આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ કોંકણ બાદ આજે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઇ પણ ચૂક્યું છે.
ચોમાસું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આગામી ૨ દિવસમાં ચોમાસું રાજ્યમાં પ્રવેશ કરશે. કેરળમાં મોનસુનનાં મોડાં આગમનને કારણે સમગ્ર દેશમાં વિલંબ થયો છે. જોકે ચોમાસાએ હવે વેગ પકડ્યો છે. સામાન્ય રીતે ચોમાસું દર વર્ષે ૭ જૂને મહારાષ્ટ્રમાં પ્રવેશે છે પરંતુ આ વર્ષે ચક્રવાત બિપોરજોયે ચોમાસાની ગતિને અટકાવી દીધી હતી. હવે ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી ૨ દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને આગામી ૪ અઠવાડિયાંમાં દેશભરમાં ચોમાસાંનું આગમન થઇ ચૂક્યું હશે તેવી હવામાન વિભાગની આગાહી છે.