ગ્રીસમાં યોજાયેલી પ્રધાનંત્રી પદની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયા છે જેમાં કિરિયાકોસ મિત્સોટાકિસ ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે.
ગ્રીસમાં યોજાયેલી પ્રધાનંત્રી પદની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયા છે જેમાં કિરિયાકોસ મિત્સોટાકિસ ફરીથી પ્રધાનમંત્રી બન્યા છે. કિરિયાકોસ સતત બીજી વખત ચૂંટણી જીતીને પ્રધાનમંત્રી બન્યા છે. રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં ગ્રીસની સેન્ટર રાઈટ પક્ષ ન્યુ ડેમોક્રેસી પાર્ટીને જીત મળી હતી. આ પાર્ટીના નેતા તરીકે કિરિયાકોસ મિત્સોટાકિસ હવે ૪ વર્ષ સુધી ગ્રીસના પ્રધાનમંત્રી પદ પર રહેશે.
ગ્રીસમાં પ્રધાનમંત્રી પદની આ ચૂંટણીમાં ૧૦૦ % જેટલું મતદાન થયું હતું. જેમાંથી ન્યુ ડેમોક્રેસી પાર્ટીને સૌથી વધુ ૪૦ % જેટલા મત મળ્યાં હતાં. જ્યારે બીજા ક્રમ પર રહેલા ડાબેરી પક્ષ સ્યરીઝા પાર્ટીને ૧૭ % મત મળ્યા હતા. આ શાનદાર જીત પર ગ્રીસના રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, “મિત્સોટાકીસને મતદારો દ્વારા એવા નેતા તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા છે જેમણે ગ્રીસને ગંભીર દેવાની કટોકટીમાંથી બહાર કાઢ્યું છે અને ૩ આંતરરાષ્ટ્રીય બેલઆઉટને વિકાસના માર્ગે પાછા લાવ્યા છે.