કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું.
મિશ્રિત ગ્લોબલ સંકેતોને પગલે આજે ભારતીય શેર બજાર નબળું ખુલ્યુ હતુ. દિવસ દરમિયાન આજે ઓટો, એફએમસીજી, હેલ્થકેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ધાતુ, તેલ અને ગેસ ઉપરાંત પીએસયુ બેંકમાં વેચવાલી જોવા મળી હતી. કારોબારી દરમિયાન એમએન્ડએમ, મારૂતિ, ટાટા મોટર્સ, સન ફાર્મા, ટોપ ગેનર્સ રહ્યા હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોટ્સ અને બીપીએલસી સહિતના શેર ટોપ લુઝર્સ રહ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ ૯ પોઈન્ટ ઘટી ૬૨ હજાર ૯૭૦ પર જ્યારે નિફ્ટી ૨૫ પોઈન્ટના વધારા સાથે ૧૮ હજાર ૬૯૧ પર બંધ થયો હતો.