BCCIએ ૫ ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ભારતમાં યોજાનાર આઈસીસી વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે.
ભારતમાં ૫ ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે તેને માટે આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
૫ ઓક્ટોબર ૨૦૨૩ થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં ૧૦ ટીમો ભાગ લેવાની છે જેમાંથી ૮ ટીમો ફિક્સ છે, જ્યારે ૨ ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં ૨ વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.
ભારત-પાકિસ્તાનની મેચ ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.
વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.