અમદાવાદમાં ૨ બહેનો લવજેહાદનો ભોગ બની

સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો.

અમદાવાદમાંથી લવ જેહાદનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૨ સગી બહેનો લવ જેહાદનો ભોગ બની છે. બંને બહેનોને વિધર્મી યુવકોએ હિન્દુ નામથી પ્રેમ જાળમાં ફસાવી હતી. વિધર્મીના ત્રાસથી બંને બહેનો ઘર છોડી ભાગી આવી છે. બંને બહેનોએ ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માંગ કરી છે.

૨ સગી બહેનોને વિધર્મીઓએ ફસાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન બાદ ધર્મ પરિવર્તનના સોગંદનામામાં સહીં કરાવી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વિધર્મીએ નાની બહેનને ફેસબુકમાં હિન્દુ નામથી ફસાવી હતી. યુવકે મંથન જોશી નામથી ફેસબુક પર આઈડી બનાવી યુવતીઓનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેણે તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે યુવકનું નામ મંથન નહીં પણ શોહેલખાન છે.

મોટી બહેનની સાથે પણ સમાન ઘટના બની, મોટી બહેનને વિધર્મીએ કોમ્પ્યુટર ક્લાસમાં પ્રેમજાળમાં ફસાવી હતી. ઇકબાલ નામના યુવકે મોટી બહેનના વીડિયો બનાવ્યા હતા. વીડિયો બનાવાયા બાદ યુવતીને સાથે રહેવા મજબૂર કરી હતી. મજબૂર યુવતીને મુંબઈ લઇ જઇ મરાઠી ભાષાના સોગંદનામામાં કરવી સહી કરાવી હતી. યુવતીને લગ્ન કરવાની સહીનું કહી પરંતુ લગ્નના બદલે યુવતી પાસે ધર્મ પરિવર્તનના સોગંદનામા પર સહી લઈ લીધી હતી. જે બાદ યુવતીને લગ્ન કર્યા વગર ૭ વર્ષ ઉત્તર પ્રદેશમાં ગોંધી રાખી હતી. યુવતી ચશ્માં બનવવાના બહાને ઉત્તર પ્રદેશથી ભાગીને અમદાવાદ પહોંચી હતી. આ મામલે પીડિતાએ હવે ન્યાયની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *