દિવાળીની રજા જાહેર કરવાના કાયદા ઉપર ગવર્નર કૈથી હોચુલના હસ્તાક્ષર બાકી છે, પરંતુ ન્યૂયોર્કના મેયરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગવર્નર આ વિધેયક ઉપર હસ્તાક્ષર કરશે.
ન્યૂયોર્ક શહેરમાં આવેલી શાળાઓમાં દિવાળીના તહેવારની રજા જાહેર થશે. ન્યૂયોર્કના મેયર એરિક એડમે ગઈકાલે જણાવ્યું હતું કે, શહેરમાં દક્ષિણ એશિયાઈ અને ઇન્ડો કેબિરિયન સમુદાયના લોકોની વસ્તીમાં વધારો થતાં ન્યૂયોર્કની શાળાઓમાં દિવાળીના તહેવારની જાહેર રજા રહેશે. જોકે દિવાળીની રજા જાહેર કરવાના કાયદા ઉપર ગવર્નર કૈથી હોચુલના હસ્તાક્ષર બાકી છે, પરંતુ ન્યૂયોર્કના મેયરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગવર્નર આ વિધેયક ઉપર હસ્તાક્ષર કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ન્યૂયોર્કમાં બે લાખથી વધુ લોકો દિવાળી પર્વ ઉજવે છે.
ન્યૂયોર્કના મેયરે ટ્વીટ કરીને આ નિર્ણય લેવા અંગે અગાઉથી ‘શુભ દિવાળી’ લખી શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સ્થાનિક પરિવારો માટે મહત્ત્વપૂર્ણ છે.