નેશનલ સ્ટોક એક્સચેન્જે આજે સવારે ઈતિહાસ રચતા ફ્રેશ ઓલ ટાઈમ હાઈના લેવલને ટચ કરી દીધુ છે. બુધવારે પ્રી-ઓપનમાં નિફ્ટી ૧૮૯૦૦ ઉપર ખુલ્યું. તેના પહેલા નિફ્ટીનું ઓલ ટાઈમ હાઈ ૧૮,૮૮૭.૬૦ રહ્યું હતું.
ભારતીય શેર માર્કેટે આજે ઐતિહાસિક ઉચાઈને સ્પર્શી લીધી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાના જુના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડતા નવી ઉંચાઈ મેળવી લીધી છે.
પ્રી-ઓપનમાં નિફ્ટી ૧૮૯૦૦ ના ઉપર ખુલ્યો. તેના પહેલા નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ ૧૮,૮૮૭.૬૦ અંક હતો. નિફ્ટીએ ૧૪૨ સેશન બાદ આ ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે નિફ્ટી આ પહેલા પોતાના ઓલ ટાઈમ હાઈ ૧૮,૮૮૭માં ઓક્ટોબર ૨૦૨૧ માં ગયું હતું.
સેંસેક્સ પણ ૬૩૭૦૧.૭૮ ના એક નવા ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યું. આ પહેલા સેંસેક્સ ૨૨ જૂન ૨૦૨૩ની સવારે નવા ઓલ ટાઈમ હાઈ ૬૩૬૦૧.૭૧ના સ્તર પર ખુલ્યું હતું. ત્યાં જ નિફ્ટીએ ૧૮૯૦૮.૧૫ની હાઈથી પોતાના વ્યાપારની શરૂઆત કરી.
આ પહેલા અમેરિકી શેર બજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો હતો. ડાઉ જોંસ, નેસ્ડેક અને એસએન્ડપી બમ્પર ઉછાળની સાથે બંધ થયું. જેનાથી આજ ભારતીય બજારને નવા રેકોર્ડ બનાવવામાં બળ મળ્યું.
મહત્વનું છે કે પાછલા થોડા સેશનથી નિફ્ટી સતત ઓલ ટાઈમ હાઈ બનવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ આખરે આજે નિફ્ટી છેલ્લા બધા રેકોર્ડ તોડીને શિખર પર પહોંચી ગયું છે. આ વચ્ચે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.