આજે કેન્દ્રીય ખાણ મંત્રાલય ભારત માટે મહત્વપૂર્ણ ખનીજોની પ્રથમ યાદી જાહેર કરશે

ખનીજની સૂચિ રણનીતિક ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ

આજે કેન્દ્રીય ખાણ મંત્રાલય દેશના મહત્વના ખનીજોની સૂચિની જાહેરાત કરશે. આ મહત્વપૂર્ણ ખનીજ યાદી કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશી દ્વારા ખાણ કોલસા અને રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ પટેદાનવે અને અન્ય મહાનુભાવોની હાજરીમાં બહાર પાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિદેશી મહાનુભાવો, વિદેશી પ્રતિનિધિઓ, નિષ્ણાતો પણ ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ ખનિજોની સૂચિની મુખ્ય લાક્ષણિકતાઓ ટૂંકી દસ્તાવેજી વિડિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. આ યાદી વિવિધ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ ખનિજોને પ્રાથમિકતા આપશે અને ખાણકામ ક્ષેત્રે નીતિ ઘડતર અને રોકાણના નિર્ણયો માટે માળખા તરીકે સેવા આપશે.

 આ પહેલ મજબૂત અને સ્થિતિસ્થાપક ખનિજ ક્ષેત્રનું નિર્માણ કરીને ‘નેટ ઝીરો’ હાંસલ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. હત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલાઓને મજબૂત કરવા માટે દેશ તાજેતરમાં ખનિજ સુરક્ષા ભાગીદારીમાં સૌથી નવું સહભાગી બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *