ગુજરાત રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૧૨૬ તાલુકાઓમાં વરસાદ

પરિસ્થિતિને પહોંચી વળવા NDRFનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર

આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..વલસાડ, નવસારી,દાહોદ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર,ગીરસોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છેલ્લાં ૨૪ કલાકમાં  ૧૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં  સુરતના બારડોલીમાં રાજ્યનો સૌથી વધુ  છ ઇંચ, સુરતના મહુવામાં સાડા પાંચ ઇંચ, સુરત શહેરમાં સવા ત્રણ ઇંચ વરસાદ,ઉમરપાડા અને માંડવીમાં માં  બે ઇંચ વરસાદ નોંધાયો હતો. તો તાપીના વલોદમાં સાડા પાંચ ઇંચ,વ્યારામાં ચાર ઇંચ,ધોલવણમાં સવા ત્રણ ઇંચ અને સોનગઢમાં બે ઇંચ વરસાદ થયો હતો.

જ્યારે નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી શહેરમાં સવા પાંચ ઇચ,ગણદેવીમાં સાડા ચાર ઇંચ, જલાલપોર,ચીખલી અને ખેરગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. તો વલસાડ શહેરમાં સવા ચાર ઇંચ, પારડીમાં ચાર ઇંચ અને ધરમપુરમાં સવા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ભરૃચ,  રાજકોટ ગ્રામ્ય અને  અમદાવાદ શહેર અને  ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મૂળી અને ચૂડા તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે..જ્યારે લખતરમાં એક ઈચ તેમજ વઢવાણ-લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

નવસારીમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..છેલ્લા બે દિવસથી શરુ થયેલા વરસાદને પગલે લોકમાતા અંબિકા નદીમાં નવાનીર આવ્યા છે. નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ડેમમાં નવા નીર આવતા જુના પાણીના સંગ્રહને નદીમાં છોડવા ડેમના ૪૦ દરવાજા ખોલવામાં આવતાં છે. નદી કિનારે આવેલા ૧૩ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૪ મિમી વરસાદ ખાબક્યો છે. વિગતાવાર વાત કરીએ તો, જિલ્લાના આહવામાં ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં ૨૭ મિમી, સુબીરમાં ૩૯ મીમી તેમજ ગિરીમથક સાપુતારામાં ૪૦ મિમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ, છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *